Monday, November 25, 2013

અધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું યોગ્ય નથી !

વિજ્ઞાન  વિકાસ ની ગતિ જોતા એમ જણાય છે કે પૃથ્વી થી ચંદ્ર અને બહુ બહુ તો બીજા પાંચ છ ગ્રહો ની જાણકારી આવી રહેલા સો એક વર્ષો માં કરી શકાશે !!પણ યાદ રહે તમારું આયુષ્ય એટલું લાંબુ નથી ! તેથી આત્મજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું યોગ્ય નથી !!કારણ કે હજુ તો અનેક સૂર્ય મંડળો અને નિહારિકાઓ ના પ્રશ્નો ઉભા જ છે !! અધ્યાત્મ વિજ્ઞાન તરફની સુગ બદલી વિજ્ઞાન ની ને છાજે તેવો ગુણ કેળવવો જરૂરી છે !! આજે યોગ પ્રાણાયામ જેવી બાબતો આયુર્વેદ જ્યોતિષ ગણિત ની બાબતો ધીરે ધીરે વિજ્ઞાન સ્વીકારતું થયું છે !! જરાક પાછળ જોઈએ  !!મને એક ભાઈ કહે સાપ ગયા લીસોટા રહ્યા !! પણ ભાઈ લીસોટા સાચવો કદાચ સાપ ક્યાં ગયો છે મળી આવશે !!  આર્કીટેક  ની કોલેજ માં ભણ્યા ન હતા તે લોકો એ તાજ મહાલ અને મદુરા ના મંદિર બનાવ્યા હતા !! તક્ષશિલા નાલંદા શું છે ચાલો જોઈએ તો ખરા !!

ઓપ્સન પ્રશ્નો હોય છે !

આ  વિચિત્ર સ્થિતિ માં શું કરવું ?  રાજ્બાપા  ને મળવાનું  થયું ! મુર્ખ  ને કેવી રીતે સમજાવવો !! તો તેનો જવાબ સુંદર છે !! તમે પરીક્ષા આપવા બેસો ત્યારે યાદ છે ને ઓપ્સન પ્રશ્નો હોય છે !! 14 માં  થી 10 ના જવાબ આપવા ના હોય છે ને !!તેને તેની તકદીર પર છોડી દો  !! તેને સમય જ ઘરડો બનાવી ને છોડે છે !! ન હલ્લાકુ  રહા  હૈ ન હિટલર રહા હૈ !!
ઘણી વખત અજ્ઞાનીઓ ને વાસ્તવિક રીતે કરંટ  ન લાગે ત્યાં સુધી ઇલેક્ટ્રિક  ના તાર ને અડક્યા સિવાય રહેતા નથી !!
સતત યુક્તિ ચાલાકી માં રાચતાં  આવું જ સમજતા હોય છે  બધા ને ઉલ્લુ બનાવતા રહો ખોટો શો કરી મહત્વ પ્રસ્થાપિત કરતા રહો !! પણ એમને  એ ખબર  નથી કે વારંવાર યુક્તિઓ વાપરવી પડતી હોય તે રોગ છે !!

ઘણી વાર આપણે  સાહસ પણ કરી બેસીએ છીએ. ભાઈ સંભાળજો !! અને એ ને ગમે તેટલો  ઉચા આસને લઇ જાઓ પણ તેનું પોત પ્રકાશ્યા  વગર રહેતો નથી !! સંસ્કૃત માં એક શ્લોક છે કાગડો મહેલ ના ગુંબજ પર બેસવા થી રાજા બની શકતો નથી !! કાગડો એ કાગડો જ છે। માટે  વિનોબાજી એ એક જગા એ લખ્યું છે કે કેટલાક દાખલા છોડી દેવા ના પણ હોય છે !! એનર્જી બગાડવી છે ?? તેનું કામ સમય ને જ કરવા દો  !!
વાસ્તવ માં તો તમે સુધારવા જશો તો ઘણીવાર સુગરી ની માફક તમારો માળો તોડી નાખશે !!
વળી આવા લોકો ક્રૂર અને લુચ્ચા  હોય છે !! તેથી નબળા પર આ બધું અજમાવતા હોય છે !! ગમે તેટલા પીછા લગાવે મોર બની શકાતું નથી એ વાત નું તેને ભાન ન થાય ત્યાં સુધી કોઈ ઈલાજ નથી !!!


Monday, November 4, 2013

રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!

રા જ બાપા ને શાંતા બેને પ્રશ્ન કર્યો  કે છોકરી હવે જાતે જ કેમ મજબુત થવા ઈચ્છે છે ?


 પહેલા પુરુષ પરણે  ત્યારે વરરાજા  અર્થાત રાજા નું બિરુદ મળતું !! તે ગૃહસ્થ આશ્રમ નો વડો  રાજા બનતો !! પણ  નિષ્ફળતા સામે લડવા ની અશક્તિ વધવા લાગે છે ત્યારે જ રાજા ની પરીક્ષા થાય છે !! પત્ની  અને સંતાનો ને સુખ નથી આપી શકતો તેવા પરણિત પુરુષ પાસે એક ધંધો બાકી રહે છે તેનું નામ છે જમાઈ ગીરી !! રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!....માટે જ સ્ત્રી પોતે શક્તિ શાળી થાય એ જરૂરી છે !!
 મારી પાસે આવો એક કેસ   જેમાં પતિ પોતે નાસી ને તેના માબાપ પાસે જતો  રહ્યો હતો !! અને ત્યાંથી ફોન કર્યો તો મેં તેને આ જ જવાબ આપ્યો હતો !! રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!..
ટુક માં જવાબદારી લેવી નથી એ તમારી નબળાઈ જ છે !! રાજા શું કરવા બન્યા ??? પોતાને ખુશ રાખી સકતો નથી કે નથી ઘર ના ને !! કે પછી માબાપ ને !! દા.ત. વડાપ્રધાન પોતેજ મોઘવારી તોફાનો કકળાટ જોઈ ને એકદમ દેશ છોડી ને નાસી જાય તો !!!!

Tuesday, October 29, 2013

અનુભવ અને વૈરાગ્ય ને સતત સાથે રાખી ને જ કર્મ કરો !!!

ઘણા લોકો ને મરતા જોયા છે !! વિદ્વાન ધનવાન ડોક્ટર જોશી અહંકારી સંત !!આ  એક મહાન જ્ઞાન છે !! તેથી ગીતા નું એક વાક્ય મને ખુબ પસંદ છે !!અભ્યાસેન તું કૌન્તેય વૈરાગ્યેણ  ચ  ગૃહયતે !! અનુભવ અને વૈરાગ્ય  સિવાય આ સમજવું કઠીન છે !!માટે આ બંને જરૂરી છે !! વૈરાગ્ય સ્મશાન પુરતો મર્યાદિત નથી !!
અનુભવ અને વૈરાગ્ય  ને સતત  સાથે રાખી ને જ કર્મ  કરો !!! સિકંદરે મરતા શું  કહ્યું યાદ છે ને !!

Friday, September 6, 2013

આ એક ઉચો વિચાર છે !!

આ એક ઉચો વિચાર છે !! બધા જાણે ય છે !! પણ આજે ધર્મ ધંધો  બની  ગયો  હોવા  થી  બીજા થી અલગ  કેવી રીતે તારવવો  એ કળા  માં વડા ઓ પાવરધા  બની  ગયા છે !!
આત્મ  જ્ઞાન ની વાત સમજવા જેવી છે http://www.rajendraprasadvyas.blogspot.in/2011/04/blog-post.html

મરવા નું છે !!

બધા ય  ને ખબર છે કે મરવા નું છે !! પણ એ ને  યાદ  કરતા  ફ....છે !
મન પણ વારંવાર મૃત્યુ પામે છે !! નિદ્રા વખતે !!! જયારે દેહ તો પ્રતિક્ષણ વૃદ્ધ વસ્થા તરફ ધસી રહ્યો છે મૃત્યુ ને પામવા !! ફીલોસોફી કહે છે આત્મા  જ બાકી રહ્યો !!!


Friday, August 30, 2013

ગ્રંથો ની મઝા

ગ્રંથો ની મઝા વાક્યો ની ઉપયોગીતા જયારે એકલા પડી જવાય ત્યારે સમજાય  છે !! પુસ્તકો નું માર્ગદર્શન મહાન છે !! તેથી સ્તો કહ્યું છે શાસ્ત્રમ પ્રમા ણ મ !!

થીંક પોઝીટીવ !!

ગણેશ તો બધાજ ધર્મો માં છે !! થીંક પોઝીટીવ !! પૂજા વિધિ માં પહેલા ગણેશ જ કેમ છે !! ખરેખર સમજવા જેવું છે !!


જ્ઞાન થી સંતોષ

જેને જ્ઞાન થી સંતોષ થયો હોય છે તેને કોઈ પ્રશ્ન જ રહેતો નથી !!

Wednesday, August 28, 2013

દુનિયા મેં ઐસા કહા સબ કા નસીબ હૈ !!કોઈ કોઈ અપને પિયા કે કરીબ હૈ !!


દુર્ગુણો ની હાર  માળા છે !! પરંતુ આ પણ પ્રભુ ની રચના જ છે !! ઈશ્વર ની રચનાની પાછળ કૈક ઉદ્દેશ  જ હશે એમ માની પોતાના ધર્મ ને જાળવી સંસાર ની ગતિ માં રહેવા પ્રયત્નશીલ રહેવું એમાં જ મઝા છે !! મહાન લોકો ઈશ્વર ના કામ માં મદદ રૂપ બનતા રહ્યા છે !! બધું જ ખરાબ નથી !!તમારી પાસે સારું શું છે તે જુઓં !! દુનિયા ને સુધારી ન શકો તો કઈ નહિ !! તમારી પાસે જે સારું છે તેનો વિકાસ જરૂર કરી શકો છો !!








Thursday, August 8, 2013

ત્યારે તમે સાચા નેતા !!

યુક્તીબાજો ને નેતા કહેવાય નહિ !! પણ જેની પાસે વિજન છે !! તે કશું નવું કરી શકે છે !! બાકી કેવળ વોટ  ભેગા કરે જ જાઓ !! લોકો ને માથે ચોટી રહો !! કશું જ કરો નહિ !! ખાલી તમારા ડાચા બતાવવા થી તમે મહાન થતા નથી !! આ તો તમારી જગા ને માં મળે છે !!  સીટ  પર થી ઉતર્યા બાદ તમને લોકો યાદ કરે ત્યારે તમે સાચા નેતા !! બાકી તો કેટલાય આવ્યા અને ગયા !!
એટલા માટે જ  સારા નેતા બનો નહિ તો વધારે સારું એક ઘરસંસાર શાંતિ થી સાંભળી ને બેસો એ પણ સમાજ ના એક એકમ ની મોટી સેવા જ છે !!


પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત

ગરીબ નું તે કઈ જીવન છે એવું સુખી માણસ  ને  શે જે લાગે છે !! કારણ વ્યવહારમાં જો એ પડ્યો તો પહોચી વળતો  નથી !! પણ એક વાર સ્વીકારી લે છે પછી મોટી અપેક્ષા ઓ કરતો ય નથી। કેવળ જે મળ્યું છે એને સહારે આશાથી જીવે જાય છે !!
આ બદનસીબી ઘણી વાર એમ જ સમજાય છે કે સમાજ ની અવ્યવસ્થાનું જ પરિણામ છે !! વહેચી ખાય એ વૈકુંઠમાં જાય એવું નાનો હતો ત્યારે સાંભળતો !! બસ આ તો પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત  જ છે। જેની હથોટી બેસી ગઈ તે પત્તા ભેગા જ કર્યા   કરે છે !! !!


Thursday, August 1, 2013

વક્ત ને કી એ બડી મહેરબાની હૈ !!

શાંતિ ક્યાં થી ?? અરે આ અંત કોને બનાવ્યો ??? ફાની દુનિયા તો આની જાની હૈ વક્ત ને કી એ બડી મહેરબાની હૈ !!

ઘણા હારી ને પણ જીતી જાય છે !!

ઘણા હારી ને પણ જીતી જાય છે !! લગ્ન જીવન માં તો અજમાવી જ જોજો !! ઈતિહાસ પોરસ નો સાક્ષી છે !!
હાર  પણ દિલ જીતી દે છે કોક દિ !!


નજરીયો અલગ અલગ જ છે !!

ઘણા ને આપણે સમજવા માં ભૂલ પણ કરી છીએ ! જો  આવું જ હોત તો બધા એક સરખું જ વિચારતા હોત !!માટે એમ સમજાય છે કે દરેક નો જોવા   સમજવા  નો નજરીયો અલગ અલગ જ છે !! માં મોટે ભાગે સુંદર જ લાગે છે બાળક ની નજરે !!




જય હો !!

જય  હો !! ખરેખર જય તો અંદર છે. ડોંગરે મહારાજે કથામાં આ શબ્દ કહેલ તે અર્થ સભર છે. વિજય તો બીજા પર મેળવવા નો છે !!  જીત મેળવવાં ની છે !!બહાર  દોડવા  નું છે !! પણ જય  તો અંદર જ છે !!
જ્યાં સ્વયં જય છે !! માટે  વિજય  ની તૃષ્ણા ઘણી જ પછાત છે !! માટે  જ જય હો પ્રભુ  !! સત્ય  ન સમજ્યો ઈશ્વર ને ન ઓળખ્યો !! સુંદરતા નો આવિષ્કાર ન થયો !! માટે  પ્રભુ નો જ જય સત્ય છે !! સત્યમ  શિવમ સુન્દરમ !!


Saturday, July 27, 2013

વિસામો

વિસામો એ ધ્યેય નથી !! મંઝીલ તો ઘણી દૂર છે !! આરામ સુખ સગવડ તો તમારા થાક નો ઈલાજ છે !! વસ્તુઓ  એ પ્રાપ્તિ નથી !! વીસમા ને જીવન સમજી ન બેસતા !!




જ્ઞાન ના સમુદ્ર

જ્ઞાન ના સમુદ્ર નો છેડો નથી !! ગાગર મેં સાગર ક પાણી !!


પ્રાર્થના

પ્રાર્થના એક સંવેદના !!

શિવ

શિવ નો અર્થ કલ્યાણ છે !!

રુદ્ર પૂજા ની સાથે સત્કાર્યો પણ જોડાય છે  !!



Friday, July 26, 2013

સૌથી મોટી વસ્તુ તમારી શ્રધ્ધા છે !!

ઈશ્વર ને સમજવા માટે સૌથી મોટી વસ્તુ તમારી શ્રધ્ધા છે !!


જે લોકો એ ચિંતન કાર્ય કર્યા છે તે તેમનો જ્ઞાન નીચોડ છે !!
મહાન પુરુષો એ કરેલી સેવા અનન્ય છે !!

હકીકત ને નજર માં રાખશો

પ્રેમ ની વાતો મનોહર લાગે છે !! ગમે ય છે !! તેથી સ્તો સિનેમા વાળા સરસ સ્ટોરી બનાવી વેચે છે !! પણ હકીકત ને નજર માં રાખશો તો કલેશ થી બચી જશો !! રંગ ના ચટકા જ સારા લાગે !! કુડા નહિ !!
તને મારા પર  પ્રેમ નથી એવા બાયલા નમાલા બનવા નો સમય ન તો સુખ આપશે ન શાંતિ !! જવાબદારી સ્વીકારતા શીખો !! ભાગેડુ ન બનો !! તમારો દિલ દઈ ને કરેલો પ્રયત્ન એ વીરતા જ છે !! અને તેના પર વારી જાય છે તમારો પ્રેમ !! પુરુષ કે સ્ત્રી જેના માથા પર જવાબદારી છે તે તેણે  સ્વીકારવાની છે  !! પતિ  બનવું  છે તો વૃધ્ધો સ્ત્રી અને બાળક ની જવાબદારી અગ્નિ ની સાક્ષી એ સ્વીકારવી જ રહી !! છોકરી ઓ ને માત્ર એટલું જ કહેવાનું છે કે તેઓ લવર શોધી નથી રહી પતિ શોધી રહી છે !! પ્રેમ થી મોટો  વિશ્વાસ છે અને વિશ્વાસ થી મોટી શ્રદ્ધા છે. તેથી સ્તો લક્ષ્મીજી બેઠા છે ચરણ માં વિષ્ણુ ના  !!



મન થી હારવું નથી મારે !!

દુનીયા જીતવાનું છોડી  ચાલો મન ને વશ કરવા ને કઈક તો કરીએ !!

મસ્જીદ થી ઈશ્વર ને બોલાવી રહેલા શબ્દો ની પ્રેયર

શ્રદ્ધા ની ચીસ માં તેના સાહસ ને દાદ આપવી પડે છે !!
મસ્જીદ થી ઈશ્વર ને બોલાવી રહેલા શબ્દો ની પ્રેયર ને તે તત્વ સમજી રહ્યું છે !! એ સમજવું કઠીન છે !!

તારી ગતિ ને ન રોક !! શ્રદ્ધા ને ન ટોક !!

કોણ તારી નજીક છે અને કોણ દૂર !! એ ઘણી વાર સમજાતું નથી !!
માટે ચાલ્યો જ જા !! તરફ તેમની !! નજદીક વાળો પહેલો ઉભો જ છે !! તારી ગતિ ને ન રોક !! શ્રદ્ધા ને ન ટોક !!

બસ રસ્તો તો એક જ છે !!

બસ રસ્તો તો એક જ છે !! હે જગત નિયંતા પરમાત્મા ...ઈશ્વર  ...ગોડ...અલ્લાહ જે કઈ નામે બોલાવો !! તે તો તેજ છે !! દ્રાક્ષ અંગુર ગ્રેપ કહેવા થી વસ્તુ બદલાતી નથી !!
એક વાર આ વાત સમજી જશે પછી ચિંતા ની જગા  ચિંતન લઇ લેશે !! જીવન સ્વયં ઈશ્વર ની પૂજા છે !! અને તે સતત વહી રહ્યું છે !!



હજારો ગુરુ ઓં ફરે છે

માર્ગ દર્શક તો મહાન છે !!

એ ભાગ્ય શાળી ને મળે છે
માટેજ ગુરુ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે સરખાવ્યા છે !! 24 ગુરુ દત્તાત્રેયે બનાવ્યા હતા !!
 હજારો ગુરુ ઓં ફરે છે !! પણ ક્યાં રૂપ માં ક્યારે તને મળે છે તે જ સમજવા નું છે !!

આંખો પર ભરોસો

આંખો પર ભરોસો ન રાખ દુનિયા જાદુ નો ખેલ છે !!


Saturday, July 20, 2013

ધારા ક્યારે ય રોકી શકાશે નહિ !!

ધારા ક્યારે ય રોકી શકાશે નહિ !! ઈશ્વર ની અદ્ભુત રચના તો જુઓ પૃથ્વી તારા ગ્રહો  અણુ  માં ફરતા ઈલેક્ટ્રોન !! આ ધારા વહેતી જ રહે છે !! જીવંત !!

ક્રોધીજન

ક્રોધીજન ની કરુણ દશા પર દયા લાવવી સારી !!
આ લોકો એમ જ માને છે કે તેમનું ધારેલું કેમ થતું નથી !! જીદ ! અહંકાર !!મમત !! પછી કશું જ ન થાય તો ભીત પર માથા પછાડે !!



Tuesday, February 26, 2013

આશા એ જીવન છે

 સૂરજ  ઉગતો જ રહ્યો છે !! આશા ને ન ત્યાગો !! આશા એ જીવન છે અને નિરાશા એ મૃત્યુ !!
એટલા માટે જ કહ્યું છે તમારું આત્મ બળ વધારો !!

પ્રભુ એક જ છે

પ્રભુ એક જ છે ! બધા મા ને છે પણ ધર્મ ને વ્યવસાય બનાવ્યો છે તેથી ઘરાક ગુમાવીશું તો !!! બસ આજ લોભ માં ભેદ સતત રાખવા માં જ મજા માણે છે !!!

Thursday, January 24, 2013

મન ને જીતવું જરૂરી છે

મન ને જીતવું જરૂરી છે !
બચપણ થી જ ગુણ ને કેળવો

ઈશ્વર

મને અખા ની ઘણી વાતો ગમે છે। ઈશ્વર ને વર્ણવવ માં આશ્રમો વાળા કરતા બીજા ઘણા સરસ રીતે કહેતા હોય છે !

Friday, January 18, 2013

આ વિવેક જ્ઞાન

યાદ રહે આપણે દેવો થી નબળી યોની માં છી એ ! +  અને - ને અલગ રાખી કુદરતે તમે અધૂરા છે તે તો કહી જ દીધું છે। ! અમીબા ની પત્ની  અમીબી હોતી નથી વળી શ્વેત કણી  ય હોતી નથી એ લોકો નો તો સ્વ વિભાજન થી જ પ્રજાના થતું હોય છે .દેવો એક માં થી અનેક થઇ શકે છે। પાર્વતી મેલ માં થી ગણેશ ને જન્મ આપી શકે છે !! પણ મનુષ્ય માં પુરુષ સ્ત્રી બંને એ પ્રજનન માટે ભેગા થવું પડે છે !! અર્થાત અધૂરા છે .તેના જ ભાગ રૂપ સ્ત્રી ને આકર્ષણ કરવા ની કળા મળી છે !! પુરુષ ને પરાક્રમ  !! અને તેને જ લીધે આવેગ  જે હરીફાઈ માં પરિણામે છે !! આશ્ચર્ય એ છે સ્ત્રી આકર્ષણ કરવાનું છોડતી નથી !! અને પુરુષ આવેગ ને કંટ્રોલ કરતો નથી  !! બસ આજ રામાયણ માં વિવેક જળવાતો નથી !! માટે સમાજ ને જરૂર છે આ વિવેક જ્ઞાન ની !!



પેપર તો તમારે જ આપવાનું છે !!

જ્યાં લાગી આત્મ તત્વ ચીન્યો નહિ ત્યાં લાગી સાધના સર્વ જુઠી !!! બધી અપેક્ષા ગુરુ પાસે ના હોય !! પેપર તો તમારે જ આપવાનું છે !! મને ઘણી વાર  પાંડુ રંગ આઠ વલે જી ના " સ્વાધ્યાય " નું મહત્વ સમ જાય છે।દૂધ માં ધૃત ની રીત સમજ છુપાયેલી છે !!
સદ્ગુરુ રસ્તો બતાવે છે કહે છે દૂધ માં ઘી છે !!! દૂધ માં થી ઘી તો તમારે જ કરવાનું છે !! 

માયા તમને પકડી લે છે

માયા એવી છે કે તેને છોડવા નું વિચારો તો પણ ઝડપી લેશે !! સંસ્કૃત માં યોપયાતી શ નૈ : માયા ...અર્થાત તમે સતત માયા માં પકડતા જ જાઓ છો !!માટે વૈરાગ્ય એ મોટી વાત છે !! અને અભ્યાસ અને વૈરાગ્ય વિના શાંતિ છે પણ નહિ !!

તમ જર ક પણ આજુબાજુ જોયું માયા તમને પકડી લે છે !! અધ્યાત્મ ત્યાગ ની વાતો કરતા મોટા મોટા મહાપુરુષો ને અપને અનેક રીતે ફસાયેલા જોઈએ છીએ ત્યારે તેમની પ્રસિદ્ધિ અને ધન કરતા તેમની માયા માય લાચારી જોઈ ને ઘણી વાર તેમના ભક્તો ને દયા આવતી હોય છે !! જે પ્રસિદ્ધ બાબત છે !! 

બાળક શું વિચારે છે

ઈશ્વર ની કલ્પના આપની પાસે છે પણ આ બાળક શું વિચારે છે મહાદેવ પાસે !! તેની પાસે ની વ્યાખ્યા સમજવા ની જરૂર છે। એ તો કોરી સ્લેટ છે !!
તે  વિચારે છે !! ચિંતન પણ કરે છે !!


આંખો બંધ

 કમાલ ની વાત તો એ છે કે બધા કાશી કાબા દર્શન કરવા જાય છે !! પણ જયારે ત્યાં પહોચે છે ત્યારે તો આંખો બંધ કરી ને જ પ્રાર્થના કરે છે ભલે સામે મૂર્તિ પ્રત્યક્ષ ઉભેલી છે !! આવું તે શું છે જે આંખો બંધ કરી ને જ દર્શન થાય છે !! મને તો બસ પેલું ગીત જ યાદ રહે છે મન મૂરખ તું કહા ફિરત હૈ હારી તો તેરે પાસ !!!

Wednesday, January 16, 2013

અહિંસા નો વિચાર

અહિંસા નો વિચાર ઘણો ઉંચો છે !! કારણકે આપને  જડ અને જીવ એમ બે પર મુખ્ય વિચારીએ છીએ !! જડ  માં ચૈતન્ય ને જાણવાનું છે !! આપણે  પ્રકાશ ફેલાવવા  નો છે !! તેનો નાશ કરવા નો નથી !! વધુને વધુ જૈવિક શક્તિઓ ના રહસ્ય ને પામવા નું છે !! વનસ્પતિ આધારિતતા ને સમજવા ની છે !!

શાકાહારી બનવા ના લાભો  પર ઘણા લેખો લખાય છે। કોઈ ને ય હિંસા પસંદ નથી .તો ચાલો આપને કરુણા ના ગુણ ને વધારવા નું કામ કરીએ ! કરુણા એ પરમેશ્વર છે એ વાત વિનોબા જી ની સમજાવી જરૂરી છે .અપને યુનો તો બનાવ્યું પણ ગુણ વિકાસ પર લક્ષ્ય ઓછું આપ્યું છે .માંસ દારૂ જુગાર ના વેપારીઓ ને આવક સાથે સંબંધ હોવા થી ભલે માનવ જાત જાય ખાડા માં એવું જાણે લાગે છે !! નહિ તો વિકસિત દેશો માં જુગારખાના માંસ દારૂ વગેરે પર ક્યારનોય પ્રતિબંધ આવી ગયો હોત !!