Thursday, January 24, 2013

મન ને જીતવું જરૂરી છે

મન ને જીતવું જરૂરી છે !
બચપણ થી જ ગુણ ને કેળવો

ઈશ્વર

મને અખા ની ઘણી વાતો ગમે છે। ઈશ્વર ને વર્ણવવ માં આશ્રમો વાળા કરતા બીજા ઘણા સરસ રીતે કહેતા હોય છે !

Friday, January 18, 2013

આ વિવેક જ્ઞાન

યાદ રહે આપણે દેવો થી નબળી યોની માં છી એ ! +  અને - ને અલગ રાખી કુદરતે તમે અધૂરા છે તે તો કહી જ દીધું છે। ! અમીબા ની પત્ની  અમીબી હોતી નથી વળી શ્વેત કણી  ય હોતી નથી એ લોકો નો તો સ્વ વિભાજન થી જ પ્રજાના થતું હોય છે .દેવો એક માં થી અનેક થઇ શકે છે। પાર્વતી મેલ માં થી ગણેશ ને જન્મ આપી શકે છે !! પણ મનુષ્ય માં પુરુષ સ્ત્રી બંને એ પ્રજનન માટે ભેગા થવું પડે છે !! અર્થાત અધૂરા છે .તેના જ ભાગ રૂપ સ્ત્રી ને આકર્ષણ કરવા ની કળા મળી છે !! પુરુષ ને પરાક્રમ  !! અને તેને જ લીધે આવેગ  જે હરીફાઈ માં પરિણામે છે !! આશ્ચર્ય એ છે સ્ત્રી આકર્ષણ કરવાનું છોડતી નથી !! અને પુરુષ આવેગ ને કંટ્રોલ કરતો નથી  !! બસ આજ રામાયણ માં વિવેક જળવાતો નથી !! માટે સમાજ ને જરૂર છે આ વિવેક જ્ઞાન ની !!પેપર તો તમારે જ આપવાનું છે !!

જ્યાં લાગી આત્મ તત્વ ચીન્યો નહિ ત્યાં લાગી સાધના સર્વ જુઠી !!! બધી અપેક્ષા ગુરુ પાસે ના હોય !! પેપર તો તમારે જ આપવાનું છે !! મને ઘણી વાર  પાંડુ રંગ આઠ વલે જી ના " સ્વાધ્યાય " નું મહત્વ સમ જાય છે।દૂધ માં ધૃત ની રીત સમજ છુપાયેલી છે !!
સદ્ગુરુ રસ્તો બતાવે છે કહે છે દૂધ માં ઘી છે !!! દૂધ માં થી ઘી તો તમારે જ કરવાનું છે !! 

માયા તમને પકડી લે છે

માયા એવી છે કે તેને છોડવા નું વિચારો તો પણ ઝડપી લેશે !! સંસ્કૃત માં યોપયાતી શ નૈ : માયા ...અર્થાત તમે સતત માયા માં પકડતા જ જાઓ છો !!માટે વૈરાગ્ય એ મોટી વાત છે !! અને અભ્યાસ અને વૈરાગ્ય વિના શાંતિ છે પણ નહિ !!

તમ જર ક પણ આજુબાજુ જોયું માયા તમને પકડી લે છે !! અધ્યાત્મ ત્યાગ ની વાતો કરતા મોટા મોટા મહાપુરુષો ને અપને અનેક રીતે ફસાયેલા જોઈએ છીએ ત્યારે તેમની પ્રસિદ્ધિ અને ધન કરતા તેમની માયા માય લાચારી જોઈ ને ઘણી વાર તેમના ભક્તો ને દયા આવતી હોય છે !! જે પ્રસિદ્ધ બાબત છે !! 

બાળક શું વિચારે છે

ઈશ્વર ની કલ્પના આપની પાસે છે પણ આ બાળક શું વિચારે છે મહાદેવ પાસે !! તેની પાસે ની વ્યાખ્યા સમજવા ની જરૂર છે। એ તો કોરી સ્લેટ છે !!
તે  વિચારે છે !! ચિંતન પણ કરે છે !!


આંખો બંધ

 કમાલ ની વાત તો એ છે કે બધા કાશી કાબા દર્શન કરવા જાય છે !! પણ જયારે ત્યાં પહોચે છે ત્યારે તો આંખો બંધ કરી ને જ પ્રાર્થના કરે છે ભલે સામે મૂર્તિ પ્રત્યક્ષ ઉભેલી છે !! આવું તે શું છે જે આંખો બંધ કરી ને જ દર્શન થાય છે !! મને તો બસ પેલું ગીત જ યાદ રહે છે મન મૂરખ તું કહા ફિરત હૈ હારી તો તેરે પાસ !!!

Wednesday, January 16, 2013

અહિંસા નો વિચાર

અહિંસા નો વિચાર ઘણો ઉંચો છે !! કારણકે આપને  જડ અને જીવ એમ બે પર મુખ્ય વિચારીએ છીએ !! જડ  માં ચૈતન્ય ને જાણવાનું છે !! આપણે  પ્રકાશ ફેલાવવા  નો છે !! તેનો નાશ કરવા નો નથી !! વધુને વધુ જૈવિક શક્તિઓ ના રહસ્ય ને પામવા નું છે !! વનસ્પતિ આધારિતતા ને સમજવા ની છે !!

શાકાહારી બનવા ના લાભો  પર ઘણા લેખો લખાય છે। કોઈ ને ય હિંસા પસંદ નથી .તો ચાલો આપને કરુણા ના ગુણ ને વધારવા નું કામ કરીએ ! કરુણા એ પરમેશ્વર છે એ વાત વિનોબા જી ની સમજાવી જરૂરી છે .અપને યુનો તો બનાવ્યું પણ ગુણ વિકાસ પર લક્ષ્ય ઓછું આપ્યું છે .માંસ દારૂ જુગાર ના વેપારીઓ ને આવક સાથે સંબંધ હોવા થી ભલે માનવ જાત જાય ખાડા માં એવું જાણે લાગે છે !! નહિ તો વિકસિત દેશો માં જુગારખાના માંસ દારૂ વગેરે પર ક્યારનોય પ્રતિબંધ આવી ગયો હોત !!