Wednesday, December 24, 2014

अब बोलो हिन्दू स्तान सब का प्यारा है की नहीं !!

मुझे विविधप्रकार के उत्सवों से भरा हिंदुस्तान में हिन्दू  क्या है प्रश्न पूछा गया तो कहा की हिन्दू फिलोसोफी बड़ी अद्भुत और सार बहुत है और सभी उसमे आ जाते है !!

बुद्ध नी माफक  ध्यान धरे जे 
जैन जेम  उपवास 
सांता  क्लोज़ नई भेटो वेचे  
ईदे  सेविया खाय 
गुरु माबाप  बस प्रभु बस एक ही 
होली पतंग मनाये सब हिन्दू  !!

अब बोलो हिन्दू स्तान  सब का प्यारा है की नहीं !! अब बोलो आप भी हिन्दू है की नहीं !!
विनोबाजी की प्रार्थना बहोत ही ऊँची है !! मै छोटा था तब सभी स्कूलों में गाई  जाती थी !!



हरी ॐ ततसत श्री नारायाणा तू पुरषोतम गुरु तूं,

सिद्ध बुद्ध तू, स्कंद विनायक सविता पावक तूं,
ब्रहम मज़द तू, यहव शक्ति तू, ईशा पिता प्रभू तूं,
रुद्र विष्णु तू, रामकृष्ण तूं, रहिम ताओ तूं,
वासुदेव गौ, विश्žवरूप तू, चिदानंद हरी तूं,
अद्वितय तूं, अकल निर्भय, आतमालिंग शिव तूं,
हरी ॐ ततसत श्री नारायाणा तू पुरषोतम गुरु तूं,
सिद्ध बुद्ध तू, स्कंद विनायक सविता पावक तूं,



सविता पावक तूं, सविता पावक तूं
थिंक पॉजिटिव  = श्री गणेशाय नम: 

Thursday, October 16, 2014

कुछ हकीकत ऐसी है जो हमें पसंद नहीं आती !!

कुछ हकीकत ऐसी है जो हमें पसंद नहीं आती !! लेकिन है !! यह गिफ्ट में मिली ज़िन्दगी !! पल पल बदलता जिस्म !! क्या नहीं कहता ?
शनि पर जाय या ७ स्टार का मालिक बनो !! अध्यात्म की जरुरत तो है ही !! आत्म ज्ञान !! धर्मो !! सबके लिए !!

Tuesday, September 16, 2014

જ્યોતિ ને વઢશો નહિ !!

માયા  એ ક્યાં તમને બાંધી દીધા છે !! ગુલાબ જાંબુ જાતે ઉછળી ને મ્હો માં ઘુસી   જતું  નથી !!  ડાયબીટીસ  ને બ્લેમ ન કરો !! ન કરો આકર્ષણ કરનાર ને !! પતંગિયું  બન્યા તો સળગી જ જવું પડે !! તમારા મન ના તમે માલિક હજી બન્યા છો કે નહીં !! આધ્યાત્મિક જ્ઞાન કામ માં લાગ્યું કે નહીં !!જ્યોતિ ને વઢશો  નહિ !!
તનું રામ મનુ રામ અને ધનું રામ !! T M D !!!

કર્મ ના ત્રણ પ્રકાર ..geeta

જે કર્મ કરીને ,કરતી વખતે અને કરવા જતા મનુષ્ય ને લજ્જા આવે તે તમ: કર્મ છે. 


જે કર્મ વડે આ લોક માં મનુષ્ય  પુષ્કળ ખ્યાતી મેળવવા ઈચ્છે પણ તે સિદ્ધ ન થાય તેથી શોક કરે તે રજ: કર્મ  છે.


જે કર્મ સર્વ ભલે જાણે એમ ઈચ્છે અને જે કરતા લજ્જા ન આવે તે કરવાથી આત્મા પ્રસન્ન થાય તે સાત્વિક  કર્મ છે 


माया…


મન ને પહેલા છોડાવવું જરૂરી છે !!

ગીતા નું જે મહાન વાક્ય  મને વ્યવહારિક લાગ્યું છે તે अभ्यासेन तु  कौन्तेय वैराग्येण च गृह्यते  છે। જો કે બૌદ્ધિકો ના લેખો માં અભ્યાસ નું મહત્વ જણાઈ આવવા લાગ્યું છે। પણ હજુ વૈરાગ્ય ની ચર્ચા જે ભૂત કાલ માં બૌદ્ધિકો વધારે કરતા  તે હમણા ખાસ નથી !! કારણ વૈરાગ્ય વિભાગ માયા માં રત થયેલા ઓં પાસે છે !! તેથી એ બિચારા ઓ શું સમજી શકે કે સમજી શકે !! વૈરાગ્ય ની વાતો થી ધન આશ્રમો થતા હોય છે !!
તેથી મન ને પહેલા છોડાવવું જરૂરી છે !!
https://www.youtube.com/watch?v=9zrbnv_w1-c&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ

મન તું ધન પહચાન !!
मन तू धन पहचान
जान लियो क्यो नाच्यो मैं हरि
तू बस इतनो पास ।
पत्थर मत्थर कोई नही
ममत को ये पाश ।


Thursday, September 11, 2014

ધ્યાન સમૃદ્ધિ

આત્મા પરમાત્મા નો અંશ છે. પરમાત્મા ને સૂર્ય સમજો !! આત્મા ને કિરણ !! સુરજ હૈ એક ઉસકી કીરને હજાર હૈ !!આ કિરણ માં થી અનેક જીવિત કોષો  પોષણ લઇ રહ્યા છે !! બસ કોષ  સમૂહ  એ દેહ છે !!
ધ્યાન અવસ્થા ની પ્રાપ્તિ માં મન શાંત બને છે। બાકી પંખીઓ દાન ચણ તા હોય તેમ કોષો  ચણતા હોય છે !! આ પ્રકૃતિ ની પ્રક્રિયા છે. મન કે દેહ એ ઘર નથી.આત્મ તત્વ નો સ્રોત વહી રહ્યો છે તેમાં સમાધિષ્ઠ રહેવા નું છે !!
ધ્યાન માં કશું જ પકડવા નું નથી !!અવલંબન વિન ચિત્ત અચેતન થયું સહજ પ્રયાસે !!!




Sunday, September 7, 2014

અલખ નિરંજન

અલખ નિરંજન !!
અલક્ષ્ય  અલખ !! જેને તમે ચિત્ર દોરી નથી શકતા !!જેની મૂર્તિ બનાવવી અશક્ય છે !! અલ્લાહૂ !! અલ્લાહ !! અવર્ણનીય !!ઈશ્વર!!
ઘણી વખત તો એમ જ લાગે  છે કે ધર્મો વાળા ઓ  પણ એક બીજા માં થી  ચોરી કરી ઈશ્વર ના વર્ણન કરવા કોશિશ કરી છે !!
નાનો હતો ત્યારે બાવો આવતો !! બોલતો અલખ નિરંજન !!

Thursday, August 28, 2014

શ્રદ્ધા અને સત્ય

શ્રદ્ધા અને સત્ય
શ્રદ્ધા એક અદભૂત શક્તિ છે। ચારેય  બાજુ થી ઘેરાયેલા હોઈ એ છીએ તે વખતે એક બળ સ્રોત  વહે છે !તે મૂળે શ્રધ્ધાછે !! થીંક પોઝીટીવ  !!શ્રદ્ધા નો સંબંધ થતા જ સર્વ ચિંતા નાશ પામે છે। શ્રદ્ધા રાખો તમારું બધું જ કામ તે કરી દેશે !! મહર્ષિ અરવિંદ ના કેટલાક હૃદય સ્પર્શી શબ્દો માતાજી ની વાતો માં મળે છે।.વિજ્ઞાન  સત્ય ને ચકાશે છે ,વસ્તુઓ ના મૂળે  પહોચે છે જેથી તે સત્ય નું શોધક છે !
પ્રેમ એ વિશ્વાસ નો પાયો છે !! અને વિશ્વાસ થી આગળ છે શ્રદ્ધા !! પેલો સીધો સાદો બ્રાહ્મણ  નાંદી  શ્રાદ્ધ
કરાવતા બોલે છે श्रद्धा च नो म व्यगमत ..मा  व्यगमत  व: श्रद्धा
અમારા રમણ કાકા હતા તે રોજ  હોમ કરતા  હતા। તે પોતે કોમ્યુંનીષ્ટ  વિચારસરણી ના રસિક હતા. તેમના મિત્રો એ એકવાર તેમને પ્રશ્ન કર્યો કે તમે એક બાજુ કોમ્યુંનીસ્ટ  વિચારો ધરાવો  છો અને રોજ હોમ પૂજા કરો છો ? તેનો જવાબ તેમણે  સરસ આપેલો તમે મુવી જોવા કેમ જાઓ છો ?તે કલ્પના વાર્તા જ છે ને !! તે તો ખોટું જ હોય છે પણ તમને તેમાં આનંદ આવે છે ને ? મને પણ જગત નો રચનાકાર  કોઈ છે  તે કોઈ એલિયન હોય કે ઈશ્વર કે જે કોઈ મહા શક્તિ તેની આ રીતે પ્રાર્થના કરવા માં આનંદ આવે  છે !! તમને એલિયન હોઈ શકે કે નહિ વિગેરે પ્રશ્નો છે ને ? શ્રદ્ધા  તો વિશ્વાસ થી ય આગળ ની વાત છે !!
मंथन मुझ तुज मात हो वंदन
अंतर मन क्यों कलश करे 



Friday, August 22, 2014

આપણી પાંચે આંગળી ઓ સરખી છે ?

આ આટલી નાની વાત કેમ સમજી નથી શકતો ? બસ આ જ માથાકૂટ ને કારણે ગુસ્સો આવે છે !!અહી મને મમત ની વાત જેવું લાગે છે. ઘણી વાર એમ લાગે છે કે સમાનતા એ રાજકારણ  વાળા ધર્મો વાળા ઓ  એ લોકો ને ગેર માર્ગે દોરવા શોધી કાઢેલી યુક્તિ છે !! આપણી પાંચે  આંગળી  ઓ સરખી છે ? વર્ગ માં બધા વિદ્યાર્થી નો 1 લો નંબર આવે !! અરે વિવિધતા તો માયા છે અને તેથી જ સંસાર છે !! વિવિધ રંગો છે !! બધા જ સમજુ હોય ?? બસ આ વાત મગજ માં થી કાઢી  નાખવા ની છે ! સમાનતા ની વાતો ભાષણ માં શોભે છે  . અસમાનતા ને  કાર્ય વહેચણી કેમ નથી સમજતા !!! .  વજન ઉચકવા પહેલવાન નું કામ છે  . બુદ્ધિ ની વાત માં બુદ્ધિશાળી  નું. બધા ભગવાન બની જવા ના નથી !! મને તો ભગવાન ની વર્ણાશ્રમ કર્મ ની વાતો ફરી તપાસી જવી જરૂરી લાગે છે।
દરેક ની  કિંમત  છે !! તેની શક્તિ ની કદર  સમજો !!


Wednesday, August 20, 2014

તારે મેરે સહારે

આકાશ ને ઓળખવા નું ચાલુ કરશો તો એકલા નહિ પડી જાઓ !! અરે આ તો ઈશ્વર નું વિરાટ દર્શન છે!!જ્યોતીષ શબ્દ નો અર્થ જ છે જે પ્રકાશિત કરે છે એવી જ્યોતિ !!ध्यौ तिति  यत तद  ज्योतिः  ज्योतिषम !! મેં બી એસ સી પછી સંસ્કૃત નું એક પેપર એસ એસ સી માં આપી સંસ્કૃત મહાવિદ્યાલય માં જ્યોતિષ ભણવા એડમીશન લીધું હતું। સામાન્ય રીતે જે બ્રાહ્મણ  ના સંતાનો વિજ્ઞાન ઈજનેરી માં નજી શકે એવા હોય તે મોટે ભાગે આ ભણવા આવે !! તેમ છતાં ત્યાં મારા એક પરમ મિત્ર ડો. અશોક ઠક્કર પણ જ્યોતિષ માં દાખલ થયા હતા। તે વિશિષ્ટ વ્યક્તિ હતા તેમની પાસે થી મને આકાશ ના તારા જોવા નો રસ પડી ગયો.તેમનું નાનું ટેલીસ્કોપ મને યાદ આવે છે !! તમે જો ઈશ્વર નું ચિંતન કરતા હો તો ખગોળ વિજ્ઞાન જેવું કોઈ શાસ્ત્ર નથી.બસા તેવે મને રાત્રે અગાશી માં તારા જોવાનો શોખ કરી દીધો હતો.વિનોબાજી ના પુસ્તક માં તેમને એક વાર ખુલ્લા માં બધા સિનેમા જોતા હતા ત્યારે પોતે આકાશ માં તારા જોવા માં ખોવાઈ ગયા હતા તેનું સરસ  વર્ણન કર્યું છે !! આકાશ ની જોવા ની મઝા તો એવી છે કે જાણે બધા અપના ઓળખીતા ન હોય !! જ્યોરે એકલા રાત્રે જંગલ માં થી ચાલતા જઈએ ત્યારે જુઓ !! જાઓ ગામડા માં !!બસ આવું જ કઈ આકાશ નું છે!! વિરાટ !! જ્યાં જ્ઞાન વિજ્ઞાન ની કસોટી છે !! આકાશ દર્શન !! ઈશ્વર છે !! મને આ એક મારાથી ગીત ની પંક્તિ પણ ગમી ગઈ છે !!

Wednesday, July 16, 2014

ઊતાર ચઢાવ

જીવન માં ઊતાર  ચઢાવ તો આવવા  ના જ. પણ જેને આગળ વધવું  છે   તે  તો કાર્યરત રહે તેમાં  જ મઝા  છે. કારણ કે  સૂર્યોદય તો હમેશ થતો  જ આવ્યો  છે !! સૂર્ય એ કોઈ દિવસ નથી  ઉગ્યો ?? એવું બન્યું  છે  ?
આમ તો  સમુદ્ર નો સામો કિનારો દેખાતો નથી પણ છે તે હકીકત છે !!

ભય તમારી સ્મૃતિ માં છે !!

 વાસ્તવ માં આપણે જોઈશું  તો જણાશે કે ભય નો અંત નથી ! તમારી સ્મૃતિ માં છે !! તમે તેને કેવી રીતે હટાવી શકશો !!
જ્યાં પ્રશ્ન યાદો નો છે ત્યાં આપણે  મન ની દવા કરવા  ની છે !! ભય તમારી સ્મૃતિ માં છે !!
જો  તમને થોડું  મરાઠી આવડતું હશે તો લાગણી ના તોફાન  સમજશો
મન !!


Saturday, January 11, 2014

સ્વાદ ના મોહ માં પડશો નહિ !!

ભોજન માટે બસ એટલું જ સમજવું જરૂરી છે ,क्षुधा नाम रोग: अन्नम तस्य औषधं !! ભૂખ લાગવી એ એક રોગ છે।  એ રોગ માટે આ દવા અર્થાત ભોજન જરૂરી છે !! સ્વાદ ના મોહ માં પડશો  નહિ !!
બસ ઘણું થયું !!