આકાશ ને ઓળખવા નું ચાલુ કરશો તો એકલા નહિ પડી જાઓ !! અરે આ તો ઈશ્વર નું વિરાટ દર્શન છે!!જ્યોતીષ શબ્દ નો અર્થ જ છે જે પ્રકાશિત કરે છે એવી જ્યોતિ !!ध्यौ तिति यत तद ज्योतिः ज्योतिषम !! મેં બી એસ સી પછી સંસ્કૃત નું એક પેપર એસ એસ સી માં આપી સંસ્કૃત મહાવિદ્યાલય માં જ્યોતિષ ભણવા એડમીશન લીધું હતું। સામાન્ય રીતે જે બ્રાહ્મણ ના સંતાનો વિજ્ઞાન ઈજનેરી માં નજી શકે એવા હોય તે મોટે ભાગે આ ભણવા આવે !! તેમ છતાં ત્યાં મારા એક પરમ મિત્ર ડો. અશોક ઠક્કર પણ જ્યોતિષ માં દાખલ થયા હતા। તે વિશિષ્ટ વ્યક્તિ હતા તેમની પાસે થી મને આકાશ ના તારા જોવા નો રસ પડી ગયો.તેમનું નાનું ટેલીસ્કોપ મને યાદ આવે છે !! તમે જો ઈશ્વર નું ચિંતન કરતા હો તો ખગોળ વિજ્ઞાન જેવું કોઈ શાસ્ત્ર નથી.બસા તેવે મને રાત્રે અગાશી માં તારા જોવાનો શોખ કરી દીધો હતો.વિનોબાજી ના પુસ્તક માં તેમને એક વાર ખુલ્લા માં બધા સિનેમા જોતા હતા ત્યારે પોતે આકાશ માં તારા જોવા માં ખોવાઈ ગયા હતા તેનું સરસ વર્ણન કર્યું છે !! આકાશ ની જોવા ની મઝા તો એવી છે કે જાણે બધા અપના ઓળખીતા ન હોય !! જ્યોરે એકલા રાત્રે જંગલ માં થી ચાલતા જઈએ ત્યારે જુઓ !! જાઓ ગામડા માં !!બસ આવું જ કઈ આકાશ નું છે!! વિરાટ !! જ્યાં જ્ઞાન વિજ્ઞાન ની કસોટી છે !! આકાશ દર્શન !! ઈશ્વર છે !! મને આ એક મારાથી ગીત ની પંક્તિ પણ ગમી ગઈ છે !!
No comments:
Post a Comment