Tuesday, September 16, 2014

જ્યોતિ ને વઢશો નહિ !!

માયા  એ ક્યાં તમને બાંધી દીધા છે !! ગુલાબ જાંબુ જાતે ઉછળી ને મ્હો માં ઘુસી   જતું  નથી !!  ડાયબીટીસ  ને બ્લેમ ન કરો !! ન કરો આકર્ષણ કરનાર ને !! પતંગિયું  બન્યા તો સળગી જ જવું પડે !! તમારા મન ના તમે માલિક હજી બન્યા છો કે નહીં !! આધ્યાત્મિક જ્ઞાન કામ માં લાગ્યું કે નહીં !!જ્યોતિ ને વઢશો  નહિ !!
તનું રામ મનુ રામ અને ધનું રામ !! T M D !!!

કર્મ ના ત્રણ પ્રકાર ..geeta

જે કર્મ કરીને ,કરતી વખતે અને કરવા જતા મનુષ્ય ને લજ્જા આવે તે તમ: કર્મ છે. 


જે કર્મ વડે આ લોક માં મનુષ્ય  પુષ્કળ ખ્યાતી મેળવવા ઈચ્છે પણ તે સિદ્ધ ન થાય તેથી શોક કરે તે રજ: કર્મ  છે.


જે કર્મ સર્વ ભલે જાણે એમ ઈચ્છે અને જે કરતા લજ્જા ન આવે તે કરવાથી આત્મા પ્રસન્ન થાય તે સાત્વિક  કર્મ છે 


माया…


મન ને પહેલા છોડાવવું જરૂરી છે !!

ગીતા નું જે મહાન વાક્ય  મને વ્યવહારિક લાગ્યું છે તે अभ्यासेन तु  कौन्तेय वैराग्येण च गृह्यते  છે। જો કે બૌદ્ધિકો ના લેખો માં અભ્યાસ નું મહત્વ જણાઈ આવવા લાગ્યું છે। પણ હજુ વૈરાગ્ય ની ચર્ચા જે ભૂત કાલ માં બૌદ્ધિકો વધારે કરતા  તે હમણા ખાસ નથી !! કારણ વૈરાગ્ય વિભાગ માયા માં રત થયેલા ઓં પાસે છે !! તેથી એ બિચારા ઓ શું સમજી શકે કે સમજી શકે !! વૈરાગ્ય ની વાતો થી ધન આશ્રમો થતા હોય છે !!
તેથી મન ને પહેલા છોડાવવું જરૂરી છે !!
https://www.youtube.com/watch?v=9zrbnv_w1-c&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ

મન તું ધન પહચાન !!
मन तू धन पहचान
जान लियो क्यो नाच्यो मैं हरि
तू बस इतनो पास ।
पत्थर मत्थर कोई नही
ममत को ये पाश ।


Thursday, September 11, 2014

ધ્યાન સમૃદ્ધિ

આત્મા પરમાત્મા નો અંશ છે. પરમાત્મા ને સૂર્ય સમજો !! આત્મા ને કિરણ !! સુરજ હૈ એક ઉસકી કીરને હજાર હૈ !!આ કિરણ માં થી અનેક જીવિત કોષો  પોષણ લઇ રહ્યા છે !! બસ કોષ  સમૂહ  એ દેહ છે !!
ધ્યાન અવસ્થા ની પ્રાપ્તિ માં મન શાંત બને છે। બાકી પંખીઓ દાન ચણ તા હોય તેમ કોષો  ચણતા હોય છે !! આ પ્રકૃતિ ની પ્રક્રિયા છે. મન કે દેહ એ ઘર નથી.આત્મ તત્વ નો સ્રોત વહી રહ્યો છે તેમાં સમાધિષ્ઠ રહેવા નું છે !!
ધ્યાન માં કશું જ પકડવા નું નથી !!અવલંબન વિન ચિત્ત અચેતન થયું સહજ પ્રયાસે !!!




Sunday, September 7, 2014

અલખ નિરંજન

અલખ નિરંજન !!
અલક્ષ્ય  અલખ !! જેને તમે ચિત્ર દોરી નથી શકતા !!જેની મૂર્તિ બનાવવી અશક્ય છે !! અલ્લાહૂ !! અલ્લાહ !! અવર્ણનીય !!ઈશ્વર!!
ઘણી વખત તો એમ જ લાગે  છે કે ધર્મો વાળા ઓ  પણ એક બીજા માં થી  ચોરી કરી ઈશ્વર ના વર્ણન કરવા કોશિશ કરી છે !!
નાનો હતો ત્યારે બાવો આવતો !! બોલતો અલખ નિરંજન !!