Tuesday, November 20, 2012

ઉતાવળ રહી !!

વાસ્તવ માં જોવા જઈ એ તો હવે મોટા ભાગ ની પાસે મોબાઈલ છે; તેમાં રોજ નું કેલેન્ડર હોય છે . પણ ભાગ્યે જ કોઈ નું ભરેલું જોવા મળે છે .અર્થાત ટાસ્ક કંઈ  ખાસ હોતું નથી અમથી ઊતાવળ  માં  લોકો દોડતા  હોય છે . બધી જ વસ્તુ સોર્ટ  માં પતાવવી છે .તો પછી ડાયરી  અને નોધ કેવી રીતે બનશે ! અરે ડાયરી  રાખનારા ને નોકરી એ રાખવા પડશે ! છતાં ય જુઓં બધા બહુ કામ છે બહુ કામ છે એમ જ બોલ્યા કરતા જોવા મળશે ! નાના કામ ને મેગ્નિફાઇન્ગ  કરી ને જોઈ જોઈ ને બીહવા નું વધી રહ્યું છે ! પરિણામ છે ટેન્સન  !ટેક ઈટ  ઇઝી તો શીખવાડતું  જ નથી !! શું આપણે  ધીરજ ને તિલાંજલિ આપી રહ્યા છે !! રેસ માં ને રેસ માં  બાળકો નું બાળપણ છીનવવા સિવાય જાણે આપણે  કશું કરવું જ નથી !! પ્રકૃતિ ગઈ !! શાંતિ ગઈ !! ઉતાવળ રહી !! મારો છોકરો પહેલો નબર લાવે !! નંબર એક જ છે દોડ બેટા !!!

No comments:

Post a Comment