શ્રદ્ધા અને સત્ય
શ્રદ્ધા એક અદભૂત શક્તિ છે। ચારેય બાજુ થી ઘેરાયેલા હોઈ એ છીએ તે વખતે એક બળ સ્રોત વહે છે !તે મૂળે શ્રધ્ધાછે !! થીંક પોઝીટીવ !!શ્રદ્ધા નો સંબંધ થતા જ સર્વ ચિંતા નાશ પામે છે। શ્રદ્ધા રાખો તમારું બધું જ કામ તે કરી દેશે !! મહર્ષિ અરવિંદ ના કેટલાક હૃદય સ્પર્શી શબ્દો માતાજી ની વાતો માં મળે છે।.વિજ્ઞાન સત્ય ને ચકાશે છે ,વસ્તુઓ ના મૂળે પહોચે છે જેથી તે સત્ય નું શોધક છે !
પ્રેમ એ વિશ્વાસ નો પાયો છે !! અને વિશ્વાસ થી આગળ છે શ્રદ્ધા !! પેલો સીધો સાદો બ્રાહ્મણ નાંદી શ્રાદ્ધ
કરાવતા બોલે છે श्रद्धा च नो म व्यगमत ..मा व्यगमत व: श्रद्धा
અમારા રમણ કાકા હતા તે રોજ હોમ કરતા હતા। તે પોતે કોમ્યુંનીષ્ટ વિચારસરણી ના રસિક હતા. તેમના મિત્રો એ એકવાર તેમને પ્રશ્ન કર્યો કે તમે એક બાજુ કોમ્યુંનીસ્ટ વિચારો ધરાવો છો અને રોજ હોમ પૂજા કરો છો ? તેનો જવાબ તેમણે સરસ આપેલો તમે મુવી જોવા કેમ જાઓ છો ?તે કલ્પના વાર્તા જ છે ને !! તે તો ખોટું જ હોય છે પણ તમને તેમાં આનંદ આવે છે ને ? મને પણ જગત નો રચનાકાર કોઈ છે તે કોઈ એલિયન હોય કે ઈશ્વર કે જે કોઈ મહા શક્તિ તેની આ રીતે પ્રાર્થના કરવા માં આનંદ આવે છે !! તમને એલિયન હોઈ શકે કે નહિ વિગેરે પ્રશ્નો છે ને ? શ્રદ્ધા તો વિશ્વાસ થી ય આગળ ની વાત છે !!
मंथन मुझ तुज मात हो वंदन
अंतर मन क्यों कलश करे