Monday, November 25, 2013

અધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું યોગ્ય નથી !

વિજ્ઞાન  વિકાસ ની ગતિ જોતા એમ જણાય છે કે પૃથ્વી થી ચંદ્ર અને બહુ બહુ તો બીજા પાંચ છ ગ્રહો ની જાણકારી આવી રહેલા સો એક વર્ષો માં કરી શકાશે !!પણ યાદ રહે તમારું આયુષ્ય એટલું લાંબુ નથી ! તેથી આત્મજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન ને અવગણવું યોગ્ય નથી !!કારણ કે હજુ તો અનેક સૂર્ય મંડળો અને નિહારિકાઓ ના પ્રશ્નો ઉભા જ છે !! અધ્યાત્મ વિજ્ઞાન તરફની સુગ બદલી વિજ્ઞાન ની ને છાજે તેવો ગુણ કેળવવો જરૂરી છે !! આજે યોગ પ્રાણાયામ જેવી બાબતો આયુર્વેદ જ્યોતિષ ગણિત ની બાબતો ધીરે ધીરે વિજ્ઞાન સ્વીકારતું થયું છે !! જરાક પાછળ જોઈએ  !!મને એક ભાઈ કહે સાપ ગયા લીસોટા રહ્યા !! પણ ભાઈ લીસોટા સાચવો કદાચ સાપ ક્યાં ગયો છે મળી આવશે !!  આર્કીટેક  ની કોલેજ માં ભણ્યા ન હતા તે લોકો એ તાજ મહાલ અને મદુરા ના મંદિર બનાવ્યા હતા !! તક્ષશિલા નાલંદા શું છે ચાલો જોઈએ તો ખરા !!

ઓપ્સન પ્રશ્નો હોય છે !

આ  વિચિત્ર સ્થિતિ માં શું કરવું ?  રાજ્બાપા  ને મળવાનું  થયું ! મુર્ખ  ને કેવી રીતે સમજાવવો !! તો તેનો જવાબ સુંદર છે !! તમે પરીક્ષા આપવા બેસો ત્યારે યાદ છે ને ઓપ્સન પ્રશ્નો હોય છે !! 14 માં  થી 10 ના જવાબ આપવા ના હોય છે ને !!તેને તેની તકદીર પર છોડી દો  !! તેને સમય જ ઘરડો બનાવી ને છોડે છે !! ન હલ્લાકુ  રહા  હૈ ન હિટલર રહા હૈ !!
ઘણી વખત અજ્ઞાનીઓ ને વાસ્તવિક રીતે કરંટ  ન લાગે ત્યાં સુધી ઇલેક્ટ્રિક  ના તાર ને અડક્યા સિવાય રહેતા નથી !!
સતત યુક્તિ ચાલાકી માં રાચતાં  આવું જ સમજતા હોય છે  બધા ને ઉલ્લુ બનાવતા રહો ખોટો શો કરી મહત્વ પ્રસ્થાપિત કરતા રહો !! પણ એમને  એ ખબર  નથી કે વારંવાર યુક્તિઓ વાપરવી પડતી હોય તે રોગ છે !!

ઘણી વાર આપણે  સાહસ પણ કરી બેસીએ છીએ. ભાઈ સંભાળજો !! અને એ ને ગમે તેટલો  ઉચા આસને લઇ જાઓ પણ તેનું પોત પ્રકાશ્યા  વગર રહેતો નથી !! સંસ્કૃત માં એક શ્લોક છે કાગડો મહેલ ના ગુંબજ પર બેસવા થી રાજા બની શકતો નથી !! કાગડો એ કાગડો જ છે। માટે  વિનોબાજી એ એક જગા એ લખ્યું છે કે કેટલાક દાખલા છોડી દેવા ના પણ હોય છે !! એનર્જી બગાડવી છે ?? તેનું કામ સમય ને જ કરવા દો  !!


વાસ્તવ માં તો તમે સુધારવા જશો તો ઘણીવાર સુગરી ની માફક તમારો માળો તોડી નાખશે !!
વળી આવા લોકો ક્રૂર અને લુચ્ચા  હોય છે !! તેથી નબળા પર આ બધું અજમાવતા હોય છે !! ગમે તેટલા પીછા લગાવે મોર બની શકાતું નથી એ વાત નું તેને ભાન ન થાય ત્યાં સુધી કોઈ ઈલાજ નથી !!!


Monday, November 4, 2013

રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!

રા જ બાપા ને શાંતા બેને પ્રશ્ન કર્યો  કે છોકરી હવે જાતે જ કેમ મજબુત થવા ઈચ્છે છે ?


 પહેલા પુરુષ પરણે  ત્યારે વરરાજા  અર્થાત રાજા નું બિરુદ મળતું !! તે ગૃહસ્થ આશ્રમ નો વડો  રાજા બનતો !! પણ  નિષ્ફળતા સામે લડવા ની અશક્તિ વધવા લાગે છે ત્યારે જ રાજા ની પરીક્ષા થાય છે !! પત્ની  અને સંતાનો ને સુખ નથી આપી શકતો તેવા પરણિત પુરુષ પાસે એક ધંધો બાકી રહે છે તેનું નામ છે જમાઈ ગીરી !! રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!....માટે જ સ્ત્રી પોતે શક્તિ શાળી થાય એ જરૂરી છે !!
 મારી પાસે આવો એક કેસ   જેમાં પતિ પોતે નાસી ને તેના માબાપ પાસે જતો  રહ્યો હતો !! અને ત્યાંથી ફોન કર્યો તો મેં તેને આ જ જવાબ આપ્યો હતો !! રાજા જ રિસાઈ ને નાસી જાય તો !!..
ટુક માં જવાબદારી લેવી નથી એ તમારી નબળાઈ જ છે !! રાજા શું કરવા બન્યા ??? પોતાને ખુશ રાખી સકતો નથી કે નથી ઘર ના ને !! કે પછી માબાપ ને !! દા.ત. વડાપ્રધાન પોતેજ મોઘવારી તોફાનો કકળાટ જોઈ ને એકદમ દેશ છોડી ને નાસી જાય તો !!!!