Monday, November 25, 2013

ઓપ્સન પ્રશ્નો હોય છે !

આ  વિચિત્ર સ્થિતિ માં શું કરવું ?  રાજ્બાપા  ને મળવાનું  થયું ! મુર્ખ  ને કેવી રીતે સમજાવવો !! તો તેનો જવાબ સુંદર છે !! તમે પરીક્ષા આપવા બેસો ત્યારે યાદ છે ને ઓપ્સન પ્રશ્નો હોય છે !! 14 માં  થી 10 ના જવાબ આપવા ના હોય છે ને !!તેને તેની તકદીર પર છોડી દો  !! તેને સમય જ ઘરડો બનાવી ને છોડે છે !! ન હલ્લાકુ  રહા  હૈ ન હિટલર રહા હૈ !!
ઘણી વખત અજ્ઞાનીઓ ને વાસ્તવિક રીતે કરંટ  ન લાગે ત્યાં સુધી ઇલેક્ટ્રિક  ના તાર ને અડક્યા સિવાય રહેતા નથી !!
સતત યુક્તિ ચાલાકી માં રાચતાં  આવું જ સમજતા હોય છે  બધા ને ઉલ્લુ બનાવતા રહો ખોટો શો કરી મહત્વ પ્રસ્થાપિત કરતા રહો !! પણ એમને  એ ખબર  નથી કે વારંવાર યુક્તિઓ વાપરવી પડતી હોય તે રોગ છે !!

ઘણી વાર આપણે  સાહસ પણ કરી બેસીએ છીએ. ભાઈ સંભાળજો !! અને એ ને ગમે તેટલો  ઉચા આસને લઇ જાઓ પણ તેનું પોત પ્રકાશ્યા  વગર રહેતો નથી !! સંસ્કૃત માં એક શ્લોક છે કાગડો મહેલ ના ગુંબજ પર બેસવા થી રાજા બની શકતો નથી !! કાગડો એ કાગડો જ છે। માટે  વિનોબાજી એ એક જગા એ લખ્યું છે કે કેટલાક દાખલા છોડી દેવા ના પણ હોય છે !! એનર્જી બગાડવી છે ?? તેનું કામ સમય ને જ કરવા દો  !!
વાસ્તવ માં તો તમે સુધારવા જશો તો ઘણીવાર સુગરી ની માફક તમારો માળો તોડી નાખશે !!
વળી આવા લોકો ક્રૂર અને લુચ્ચા  હોય છે !! તેથી નબળા પર આ બધું અજમાવતા હોય છે !! ગમે તેટલા પીછા લગાવે મોર બની શકાતું નથી એ વાત નું તેને ભાન ન થાય ત્યાં સુધી કોઈ ઈલાજ નથી !!!


No comments:

Post a Comment