Friday, August 30, 2013

ગ્રંથો ની મઝા

ગ્રંથો ની મઝા વાક્યો ની ઉપયોગીતા જયારે એકલા પડી જવાય ત્યારે સમજાય  છે !! પુસ્તકો નું માર્ગદર્શન મહાન છે !! તેથી સ્તો કહ્યું છે શાસ્ત્રમ પ્રમા ણ મ !!

થીંક પોઝીટીવ !!

ગણેશ તો બધાજ ધર્મો માં છે !! થીંક પોઝીટીવ !! પૂજા વિધિ માં પહેલા ગણેશ જ કેમ છે !! ખરેખર સમજવા જેવું છે !!


જ્ઞાન થી સંતોષ

જેને જ્ઞાન થી સંતોષ થયો હોય છે તેને કોઈ પ્રશ્ન જ રહેતો નથી !!

Wednesday, August 28, 2013

દુનિયા મેં ઐસા કહા સબ કા નસીબ હૈ !!કોઈ કોઈ અપને પિયા કે કરીબ હૈ !!


દુર્ગુણો ની હાર  માળા છે !! પરંતુ આ પણ પ્રભુ ની રચના જ છે !! ઈશ્વર ની રચનાની પાછળ કૈક ઉદ્દેશ  જ હશે એમ માની પોતાના ધર્મ ને જાળવી સંસાર ની ગતિ માં રહેવા પ્રયત્નશીલ રહેવું એમાં જ મઝા છે !! મહાન લોકો ઈશ્વર ના કામ માં મદદ રૂપ બનતા રહ્યા છે !! બધું જ ખરાબ નથી !!તમારી પાસે સારું શું છે તે જુઓં !! દુનિયા ને સુધારી ન શકો તો કઈ નહિ !! તમારી પાસે જે સારું છે તેનો વિકાસ જરૂર કરી શકો છો !!








Thursday, August 8, 2013

ત્યારે તમે સાચા નેતા !!

યુક્તીબાજો ને નેતા કહેવાય નહિ !! પણ જેની પાસે વિજન છે !! તે કશું નવું કરી શકે છે !! બાકી કેવળ વોટ  ભેગા કરે જ જાઓ !! લોકો ને માથે ચોટી રહો !! કશું જ કરો નહિ !! ખાલી તમારા ડાચા બતાવવા થી તમે મહાન થતા નથી !! આ તો તમારી જગા ને માં મળે છે !!  સીટ  પર થી ઉતર્યા બાદ તમને લોકો યાદ કરે ત્યારે તમે સાચા નેતા !! બાકી તો કેટલાય આવ્યા અને ગયા !!
એટલા માટે જ  સારા નેતા બનો નહિ તો વધારે સારું એક ઘરસંસાર શાંતિ થી સાંભળી ને બેસો એ પણ સમાજ ના એક એકમ ની મોટી સેવા જ છે !!


પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત

ગરીબ નું તે કઈ જીવન છે એવું સુખી માણસ  ને  શે જે લાગે છે !! કારણ વ્યવહારમાં જો એ પડ્યો તો પહોચી વળતો  નથી !! પણ એક વાર સ્વીકારી લે છે પછી મોટી અપેક્ષા ઓ કરતો ય નથી। કેવળ જે મળ્યું છે એને સહારે આશાથી જીવે જાય છે !!
આ બદનસીબી ઘણી વાર એમ જ સમજાય છે કે સમાજ ની અવ્યવસ્થાનું જ પરિણામ છે !! વહેચી ખાય એ વૈકુંઠમાં જાય એવું નાનો હતો ત્યારે સાંભળતો !! બસ આ તો પૈસો કમાવવો એ તો જાણે પત્તા બાજી ની રમત  જ છે। જેની હથોટી બેસી ગઈ તે પત્તા ભેગા જ કર્યા   કરે છે !! !!


Thursday, August 1, 2013

વક્ત ને કી એ બડી મહેરબાની હૈ !!

શાંતિ ક્યાં થી ?? અરે આ અંત કોને બનાવ્યો ??? ફાની દુનિયા તો આની જાની હૈ વક્ત ને કી એ બડી મહેરબાની હૈ !!

ઘણા હારી ને પણ જીતી જાય છે !!

ઘણા હારી ને પણ જીતી જાય છે !! લગ્ન જીવન માં તો અજમાવી જ જોજો !! ઈતિહાસ પોરસ નો સાક્ષી છે !!
હાર  પણ દિલ જીતી દે છે કોક દિ !!


નજરીયો અલગ અલગ જ છે !!

ઘણા ને આપણે સમજવા માં ભૂલ પણ કરી છીએ ! જો  આવું જ હોત તો બધા એક સરખું જ વિચારતા હોત !!માટે એમ સમજાય છે કે દરેક નો જોવા   સમજવા  નો નજરીયો અલગ અલગ જ છે !! માં મોટે ભાગે સુંદર જ લાગે છે બાળક ની નજરે !!




જય હો !!

જય  હો !! ખરેખર જય તો અંદર છે. ડોંગરે મહારાજે કથામાં આ શબ્દ કહેલ તે અર્થ સભર છે. વિજય તો બીજા પર મેળવવા નો છે !!  જીત મેળવવાં ની છે !!બહાર  દોડવા  નું છે !! પણ જય  તો અંદર જ છે !!
જ્યાં સ્વયં જય છે !! માટે  વિજય  ની તૃષ્ણા ઘણી જ પછાત છે !! માટે  જ જય હો પ્રભુ  !! સત્ય  ન સમજ્યો ઈશ્વર ને ન ઓળખ્યો !! સુંદરતા નો આવિષ્કાર ન થયો !! માટે  પ્રભુ નો જ જય સત્ય છે !! સત્યમ  શિવમ સુન્દરમ !!